Fixed Menu (yes/no)

header ads

ગુસ્સો આવતો હોય તો આ વાર્તા તમારા માટે | Gusso aavato hoy To aa Varta Tamara Mate | Gujarati Motivational Story

ગુસ્સો આવતો હોય તો આ વાર્તા તમારા માટે | મોટીવેશનલ સ્ટોરી | વાર્તા ગુજરાતી | શ્રેષ્ઠ પ્રેરક કથા | ટૂંકી બોધકથા | Gusso Envato hoy To aa Varta Tamara Mate | Gujarati Motivational Story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online


Gujarati Motivational Story, Gujarati Varta, Gujarati Online Story, Gujarati Motivational story | Gujarati motivational story with moral | motivational Gujarati blog | Gujarati short stories read online


૧ )     ત્રણ ભાઈ બહેનની વાર્તા : 

 

વાર્તા નાની જરૂર છે પણ જો દિલથી સમજશો તો જીંદગી બદલાઈ જશે ? ચંદનનું લાકડું એટલું તો શીખવાડે છે કે ભલે ચંદનના લાકડાના સો કે હજાર ટુકડા થઇ જાય પણ તે પોતાની સુગંધ છોડતું નથી . માટે કહું છું સબંધોમાં ભલે ભાગ પડી જાય પણ સુગંધ અવિરત ચાલુ રહે એવા બનીને રહેજો . અહી વાર્તા છે ત્રણ ભાઈ બહેનોની જેમાં મોટો ભાઈ કઠીન સમયનો , કઠીન પરિસ્થિતિનો સામનો કરીને પોતાના પરિવારમાં એકતાની સુગંધ ફેલાવાનું કોઈ દિવસ બંધ કરતો નથી . ચાલો વાર્તા શરુ કરીએ .




 

ત્રણ ભાઈ બહેન હોય છે . મોટા ભાઈનું નામ શિવ , નાના ભાઈનું નામ કુશ અને સૌથી નાની બહેનનું નામ સુરભી . શિવ નવમાં ધોરણમાં હતો ત્યારે જ તેના માતા પિતા સ્વર્ગવાસ થઇ ગયા . બધા કહેતા કે આમનું અકાળે મૃત્યુ થયું છે . શું થાય હવે ઘરનો બધો ભાર શિવ પર આવી ગયો . શિવને અધવચ્ચેથી ભણવાનું છોડવું પડ્યું . પણ પોતાના ભાઈ બહેનનું ના છ્પોડાવ્યું . કાળી મજુરી કરીને પણ ભણાવ્યા . સમય વીતતો ગયો . શિવના લગ્ન થયા . એની પત્ની પણ તેમના ભાઈ બહેનને એક માં તરીકેનો પ્રેમ આપતી હતી .

 

લગ્ન થયા પછી એનો થોડો ભાર તો ઉતર્યો કેમ કે અડધો ભાર એની પત્નીએ ઉઠાવી લીધો હતો . એની પત્ની ઘરનું સંભાળે અને શિવ આખો દિવસ બહાર કામ કરતો રહે , કેમ કે હજુ તો એના ભાઈના અને એની બહેનના લગ્ન બાકી હતા . સમય વીતતો ગયો . શિવે એના ભાઈને સારી એવી કોલેજમાં એડમિશન આપાવ્યું અને બહેનને પણ સારી એવી સ્કુલમાં એડમીશન અપાવ્યું .

 

કહેવાય છે ને સમય જતા વાર ક્યાં લાગે છે , શિવ એન્જીનીયર બની ગયો પણ એને શહેરમાં રહેવું પડતું . કુશના પણ લગ્ન થઇ ગયા એના કોલેજમાં ભણતી છોકરી સાથે . કુશને એનું જીવનસાથી મનગમતું મળ્યું . એમને શહેરમાં જ રહેવાનો નિર્ણય લીધો . સમય જતા બહેનને પણ સારું ઘર જોઈ પરણાવી દીધી . એને પણ સારું એવું કુટુંબ મળ્યું .




 

શિવે તો એમના ભાઈ બહેન માટે પોતાની જાત વેચી મારી  એવું કહેવાય , કાળી મજુરી કોઈ રમત વાત નથી . રોજ ઉઠીને પરસેવે નાવું પડે છે ત્યારે પેટનો ખાડો પુરાય છે . કુશને અને સુરભી માટે શિવે બધું જ કર્યું છે . જે જોવે હાજર કર્યું છે . માં બાપની યાદ તો એમને આવવા જ દીધી નથી . કુશ જ્યારે નાનો હતો ત્યારે રમતા રમતા પડી ગયો હતો ત્યારે શિવ બે કિલોમીટર ખભે ઉચકીને કુશને હોસ્પિટલ લઇ ગયો હતો . એટલું જ નહી પણ શિવે પોતાનું લોહી પણ આપ્યું હતું એનમાં લોહીની અછત હતી ત્યારે . પણ કહેવાય છે ને માણસ સમય જતા બધું ભૂલતો જાય છે . સો કામ ભલે કરેલા હોય , ગમે તેટલા કેમ ના સાચવ્યા હોય પણ જો એક કામ ના કરે એટલે વ્યક્તિ પોતાનું અસલી રૂપ તો બતાવી જ દે છે . પછી ભલે સબંધો લોહીના જ કેમ ના હોય .

 

કહેવાય છે કે લગ્ન પછી ભાલ ભલા બદલાઈ જાય છે અહી પણ આવું જ થાય છે . લગ્ન થયા પછી નાના ભાઈ કુશે શહેરમાં પોતાનું એક મકાન લીધું પત્નીના કહેવાથી લોન લઈને . હવે લોનની રકમ મોટી હોવાથી કુશે મોટા ભાઈને કહ્યું કે મારે જમીનમાં અને બીજી બધી વસ્તુ પર ભાગ જોઈએ છે જેથી તે પોતાની લોન ચૂકવી શકે . ત્યારે મોટા ભાઈ શિવની તો પગ નીચેથી જમીન સારી પડી . એને કોઈ દિવસ આવું નહતું વિચાર્યું કે આવો પણ સમય આવશે . મેં મારા ભાઈ બહેનને મારા સંતાન તરીકે રાખ્યા , તેમની માવજત કરી , તેમને કોઈ વસ્તુની કમી ના આવવા દીધી અને આજે મારું તારું કરવા લાગ્યા . મોટા ભાઈ શિવ નો તો પારો ગયો અને કોર્ટમાં વકીલને મળવા ગયો એ પણ ગુસ્સામાં .




 

ઘરના અને જમીનના કાગળીયા એ વકીલના ટેબલ પર પછાડ્યા અને કીધું મારે એ મકાન પર સ્ટે મુકવો છે . ગમે તે થાય ગમે તેટલા પૈસા કેમ ના ખર્ચવા પડે હું ખર્ચવા તૈયાર છું . પણ મારે એ મકાન પર સ્ટે મુકવો છે . હું અત્યાર સુધી બધા પોતાના કરીને મરી ગયો . આખી જીંદગી કાળી મજુરી કરી અને આજે મારો ભાઈ મારી જોડે ભાગ માગવા આવ્યો . પેલો વકીલ બિચારો શાંત સ્વભાવનો હતો એને પહેલા તો તેમને ઠંડુ પાણી પાયું અને થોડું એસી ફૂલ કર્યું . જેથી કરી શિવનો ગુસ્સો શાંત થાય . અને કીધું તમે બધા પેપર મુકીને જાઓ હું એકવાર જોઈ લઉં પછી તમને જણાવું . એક કામ કરો તમે ચાર દિવસ પછી આવો .

 

ચાર દિવસ પછી એ જ હાલત , ફરી પાછો શિવ એની એજ હાલતમાં ગુસ્સામાં તે વકીલ સાહેબની ઓફિસમાં પહોચ્યો . ફરી પાછો એનો એ જ સવાલ શું થયું , કામ આગળ વધ્યું કે નહિ , પેપર બધા જોઈ લીધા , મારું કામ થશે કે નહિ . પેલો વકીલ ભાઈ બોલ્યો શાંત થાઓ , પહેલા તો એમને થાળું પાણી પાયું , એસી થોડું ફૂલ કર્યું અને કીધું તમે થોડીવાર શાંત બેશો એ દિવસે તમે બોલ્યા આજે થોડું હું બોલું એ શાંતિથી શાંભળો . હવે જે થયું તે થયું એ બધું તમે ભૂલી જાઓ . તમે બધું પાછું મેળવી લેશો , કેશ જીતી પણ જાઓ પણ એનાથી શું તમને શાંતિ મળશે ? કુશ જ્યારે ખરાબ હાલતમાં હતો ત્યારે તમે જે લોહી આપેલું હતું એ શું તમે પાછું મેળવી શકશો ? એ જે તમે વિતાવેલી પળ પાછી મેળવી શકશો . સાચી સલાહ આપું છું આ કોર્ટ કચેરીના ચક્કરમાં ના પડો તમારા ધરની જ બદનામી થશે . જે તમે તમારા ભાઈ બહેન માટે કર્યું એ હવે તમે તમારા સંતાન માટે કરો . કિમતી સમય ના વેડફો . અને તમારા સંતાન માટે વિચારો , એના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારો . પછી શિવ ત્યાંથી ઉભો થઈને ચાલ્યો જાય છે જ્યારે એનું મન શાંત થાય છે ત્યારે વિચાર કરે છે ના પેલા વકીલે જે કહ્યું સાચું કહ્યું હવે હું મારા સંતાન માટે જીવીશ , મારા સંતાનનું ભવિષ્ય ના બરબાદ થાય તે માટે રાત દિવસ મહેનત કરીશ .

 

કહેવાય છે ને કે વ્યક્તિ ધારે એ કરી શકે છે  એક બસ લક્ષ્ય નક્કી હોવું જોઈએ અને હમેશા તૈયાર રહેવું જોઈએ . સમય વીતતો જાય છે . અને એ જ શિવ ફરી પાછો બહુ સમયે પેલા વકીલ પાસે આવે છે અને મીઠાઈનું પેકેટ આપતા કહે છે કે લો આ પેડા મારો બાબો આજે ડોક્ટર બની ગયો . પણ પેલો વકીલ એ શિવને ના ઓળખી શક્યો . ઓળખાણ કરાવી પછી યાદ આવ્યું . શિવે કહ્યું આજે જે પણ મારા જીવનમાં થયું તે તમારા લીધે થયું . આજે જો મેં તમારી વાત ના માની હોત તો મારા સંતાન આજે બીજઈ કોઈ દિશામાં હોત . રહી વાત મારા ભાઈની એ પણ મારા ઘરે આવ્યો હતો માફી માગવા મેં દિલદાર થઇ એને પણ માફ કરી દીધો . તમારો આભાર વકીલ સાહેબ .




 

તમને લાગશે કે આપણા દેશમાં આવા વકીલોની ખુબ જ ખોટ છે નહિ . તો જવાબ છે હા . આવા વકીલ હોવા જોઈએ . ઘર તોડવા તો સૌ રાજી હોય છે પણ ઘર જોડવાવાળા વકીલ ખુબ જ ઓછા હોય છે .

 

વાર્તા ખુબ જ નાની છે પણ સમજજો જરૂર . એ મોટો ભાઈ કેશ લડ્યો હોત તો સબંધ વધારે બગડત . એને બે ના અબોલા પણ થયા હોત . એક સાચી સલાહ લોકોની જીંદગી બદલી દે છે અને ખોટી સલાહ જીંદગી ખરાબ કરી નાખે છે . બસ એટલું જ કહેવા માગીશ થાય તો સારું કરો પણ કોઈના વિષે ખરાબ ના વિચારો અને કોઈનું ખરાબ ના કરો .


૨ )     સાચો હીરો કયો? 




દુનિયા અસફળ લોકોનો મજાક ઉડાવે છે અને સફળ લોકોથી બળી જાય છે 


તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ  


વાર્તા અહી એક એવા વેપારીની છે જે રાજાઓ પાસે સાચા હીરાની પરીક્ષા માટે જાય છે . જો હીરો ઓળખી બતાવે તો એમનો નહિ તો એની સાચી કીમત લઇને પાછો જતો રહે છે . તો ચાલો શરુ કરીએ વાર્તા .


એક વેપારી અને રાજાની વાર્તા : 


એક હીરાનો વેપારી હોય છે . એ નગરે નગરે જઈ રાજાની પરીક્ષા કરતો હોય છે . પરીક્ષા એવી હોય છે કે બે હીરા હોય છે એક કાચનો અને એક અસલી હીરો . 

એની શરત એટલી હોય છે કે જો જો કોઈ રાજા અથવા એમનું કોઈ વ્યક્તિ આ સાચા હીરાને ઓળખી બતાવે તો હીરો એમનો અને જો એમાં અસફળ નીવડે તો એ જે સાચા હીરાની કીમત હોય એ કીમત એ વેપારીને ચુકવવાની રહેશે . 

વેપારી આશરે દશ કે બાર જેટલા નાગરમાં ફર્યો હશે પણ કોઈ વ્યક્તિ સાચા હીરાને ઓળખી જ ના શકે . કેમ કે બે હીરા હતા જ એવા કે કયો સાચો કે કયો ખોટો . મોટા ભાગના રાજાએ એ હીરો ઓળખી ના શકવાના કારણે હીરાની સારી એવી રકમ ચૂકવી દીધેલ છે . 

વેપારી હજુ એક પાસેના નગરમાં જાય છે અને સાચો હીરો ઓળખવાની વાત કરે છે . બદલામાં સામે એ શર્ટ મુકે છે . 


સાંભળીને સભામાં ઉપસ્થિત લોકો પાછા પડી જાય છે . રાજાનું માથું નીચે ના ઝુકે એટલે કોઈ આગળ પણ નથી આવતું . રાજા હવે મૂંઝાય છે . રાજા પણ સ્વ્ભીમાની હતો . એ જતો જ હતો હીરાની તપાસ હેતુ એટલામાં એક આંધળો વ્યક્તિ આગળ આવ્યો . ઉમરથી તે વૃદ્ધ લાગતો હતો . સ્વભાવિક છે પરખ પણ વધારે હોય અનુભવ પ્રમાણે . 

એને તો પાંચ જ મીનીટમાં તારણ કાઢી નાખ્યું ...

આ હીરો કાચનો છે અને આ હીરો અસલી છે . મજ્બુરણ વેપારી એ હીરો રાજાને સોપી દે છે અને ચાલ્યો જાય છે . 

પછી જ્યારે રાજા એ વૃદ્ધ વ્યક્તિને પૂછે છે કે તમે કેવી રીતે તારણ કાઢ્યું જરા મને પણ કહોને . 

તો એ વૃદ્ધ વ્યક્તિ કહે છે . આપણી સભા આજે ખુલ્લા આકાશ નીચે ભરાઈ હતી .અને એ હીરા પડ્યા હતા એના પર તડકો પડી રહ્યો હતો . 


જ્યારે અહી તડકામાં પડેલો એક હીરો ગરમ અને એક હીરો ઠંડો હતો . જે હીરો ઠંડો હતો એ જ સાચો હીરો બાકી જે હીરો તપ્યો હતો એ કાચનો હીરો . 

આખરે રાજા ખુશ થઇ ગયો . અને એ હીરાની અડધી કીમત એ વૃદ્ધ વ્યક્તિને સોપવામાં આવી . એટલે એ વૃદ્ધ વ્યક્તિ પણ ખુશ . 

રાજ્યની આબરૂ પણ બચી ગઈ અને ફાયદો પણ થઇ ગયો . 

બોધ : આ વાર્તા પરથી એ બોધ મળે છે કે હંમેશા હીરાની માફક મગજ ઠંડુ રાખવું ભલે પછી બહાર તડકો હોય કે ના હોય . ( અહી તડકો એટલે મૂળ ખરાબ કરનાર વ્યક્તિ . )  


જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો .



હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું . જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો . 


આભાર 


" મૃત્યમ "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ