Fixed Menu (yes/no)

header ads

પરમાત્મા પર ભરોશો રાખો દરેક મુહુર્ત શુભ નીવડશે | Parmatma Par Bharosho Rakho Darek Muhurt Subh Nivadashe | Gujarati Motivational Story

પરમાત્મા પર ભરોશો રાખો દરેક મુહુર્ત શુભ નીવડશે | Parmatma Par Bharosho Rakho Darek Muhurt Subh Nivadashe | Gujarati Motivational Story




Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | short story in Gujarati with moral | the prenatal story in Gujarati | Gujarati short stories read online | Gujarati story | motivational Gujarati blog


કહેવાય છે દુનિયામાં જન્મતો દરેક વ્યક્તિ મુહુર્ત જોયા વિના આવે છે અને દુનિયામાંથી વિદાય લે ત્યારે પણ મુહુર્ત જોયા વિના જ ચાલ્યો જાય છે . માટે કહું છું ભગવાન પર ભરોષો રાખો દરેક મુહુર્ત શુભ નીવડશે . મારી વાર્તા નાની જરૂર હોય છે પણ કશું જાણવાનો માર્ગ બતાવી જાય છે .

 

વાર્તા છે પરમાત્મા સાથે ભોજન કરવાની . હવે થાય છે એવું વાર્તામાં એક બાળકના પિતા આ દુનિયામાં હોતા નથી . અને એ એની માં જોડે જીદ પકડી બેઠો હોય છે કે મારે તો પરમાત્મા જોડે ભોજન કરવું છે . પણ રોજ એ બાળક રાહ જોવે છે આવતા કેમ નથી એવું એના મનમાં થયા કરે છે . એની માં સમજાવે છે , એનો પરિવાર સમજાવે છે આ ઉપરાંત એના દોસ્તારો પણ સમજાવે છે પણ એ સમજવા તૈયાર થતો જ નથી . કહેવાય છે ને એક બાળહઠ અને બીજી સ્ત્રી હઠને કોઈ દિવસ પહોચી ના વળાય . અહી પણ આવું જ થાય છે .

 

એક રાત્રી દરમિયાન એ બાળક એના મનમાં એવું તો ઠસાવી લે છે કે કાલે તો શાળામાં બે ટીફીન બોક્સ લઇ જવા છે . રિશેષ સમયે કશું ખાવું નથી અને શાળા છૂટે એટલે પરમાત્મા પાસે ભોજન કરીને જ જવું છે . એવું એના મનમાં વિચારીને કાલે શું કરવું એનું પ્લાનિંગ કરી લે છે .

 

પણ કહેવાય છે ને તમે સારું કામ કરો , સાચા મનથી કરો તો બધું સારું જ થાય છે અને થાય જ કેમ કે વે કામમાં ખુદ પરમાત્માની હાજરી હોય છે . અને એ જ તમારું કામ સફળ બનાવે છે .

 

બીજા દિવસે જ્યારે સવાર પડે છે ત્યારે શાળા જવા નીકળે છે ત્યારે એ બાળક એની માતાને કહે છે કે માં આજે બે ટીફીન બોક્સ જોવે છે મારા દોસ્ત માટે એની મમ્મી બીમાર છે એટલે આજે એ કદાચ નાસ્તો નઈ લાવી શકે , તો આજે મારે બે ટીફીન જોવે છે . કહેવાય છે ને માં તો માં હોય છે પોતાના બાળક માટે કશું પણ કરી શકે છે પછી ભલે સામે કોઈ પણ કેમ ના હોય .

 

બસ આટલું બોલીને બે ટીફીન લઈને શાળાએ તો નીકળી જાય છે . ત્રણ પીરીયડ પત્યા પછી એ નાસ્તો નથી કરતો બચાવી રાખજે છે , ભૂખ તો લાગી હોય છે પણ આજે એને પરમાત્મા સાથે જો ભોજન કરવું હતું એટલે પાણી પી ને પોતાની ભૂખ છુપાવી રાખે છે . જ્યારે શાળા છુટે છે ત્યારે ધીમે ધીમે ઘરથી ઉલટા રસ્તે ચતો થય છે . ત્યાં એક વ્યક્તિ નોકરીની તલાશમાં આમ તેમ ફરતો હોય છે ઘણું ફર્યા બાદ , ઘણું ચાલ્યા બાદ થાકીને કોઈ વડલા નીચે બેઠો હોય છે એને પણ ભૂખ તો લાગોઈ હોય છે પણ શું કરે મોધવારીના કારણે પૈસાની અછત હોય છે અને આજે એ પૈસા વગર નીકળી પડ્યો હતો હવે એ ખાય શું . સવારનો નીકળેલો માણસને બપોરના ત્રણ વાગે ભૂખ કેવી લાગે એ તો કોઈ ભૂખ્યું રહ્યું હોય , પીડા સહન કરી હોય ભૂખ નામના રોગની એને જ સમજાય .


વધારે વાંચો 

ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા 

 

એ બાળક પણ ચાલી ચાલીને થાકી ગયો હતો , એટલે એ પણ પેલો ભાઈ બેઠો હતો ત્યાં જ આવીને બેઠો . અને એ વ્યક્તિ જોડે વાત કરવા માંડ્યો . એને લાગ્યું કે આ વ્યક્તિ ભૂખ્યો લાગે છે કેમ કે એનું મો જ કહી દેતું હતું કે એ ખુબ જ થાકી ગયો એવું લાગે છે . હવે બાળકના મનમાં સવાલ આવ્યો કે કદાચ આ જ પરમાત્મા તો નહિ હોય ને મારી કોઈ પરીક્ષા તો નઈ કરતા હોય ને , માં ની વાત સાચી તો નથી પરમાત્મા કણ કણમાં હોય છે ” .

 

જ્યારે એ બાળકે પોતાની બેગમાંથી ભોજન બહાર નીકાલ્યું તો પેલા ભાઈના મોઢા પર એક અજીબ હાવભાવ જોવા મળ્યા અને એ બાળક મીથુઈ સ્મિત કરતુ રહ્યું એને તો એમ કે નક્કી આ કોઈ પરમાત્મા જ હોવા જોઈએ અણી તો આવી તો પરીક્ષા મારી ના થાય . અને બીજી બાજુ પેલા વ્યક્તિને પણ આભાસ થયો કે આ નાનું બાળક કોઈ સામાન્ય ના હોઈ શકે , જોને આટલી બધી ગરમી છે છતા મીઠું સ્મિત કરી રહ્યું છે મારી સામે બીજું કોઈ હોય તો ક્યારનું કંટાળીને સીધું ઘરે જતું રહ્યું હોય અહી મારી પાસે અ વડવા નીચે શું કામ બેસવા આવે .

 

સમજાયું તમને કાઈ અનુભૂતિ બંને તરફ સરખી થઇ પરમાત્મા નામની . એકને બાળ સ્વરૂપમાં અને બીજાને કોઈ વડીલ સ્વરૂપમાં . પછી તો બેઉ સાથે ભોજન કર્યું , એકબીજાને કોળિયા ખવડાવ્યા અને ક્યાંય સુધી સારી સારી વાતો કરી . રાત્રીનો સમય થવા આવ્યો ત્યારે બાળક કહે હવે મારે રજા લેવી પડશે . મારે ઘરે જવું પડશે , મોડું તો ઘણું થઇ ગયું છે પરિવાર પણ મને શોધતો હશે એટલે મારે હવે જવું પડશે . જ્યારે બાળક પોતાના માર્ગે ચાલતો થયો ત્યારે પેલો વ્યક્તિ એ બાળકને જોઈ રહ્યો એને એમ થયું કે આજે કેવો દિવસ ઉગ્યો ખુદ ભગવાન બાળસ્વરૂપે મને મદદ કરવા આવ્યા , મને ભોજન ખવડાવવા આવ્યા . અને પેલો બાળક પણ ખુશ થઇ ગયો આજે તો મેં પરમાત્મા સાથે ભોજન કર્યું . જ્યારે એ બાળક પોતાના ઘરે જાય છે ત્યારે એક અલગ જ ખુશી એના ચહેરા પર ઝલકતી જોવા મળે છે , અને પોતાના પરિવારને કહે છે આજે હું પરમાત્મા સાથે ભોજન કરીને આવ્યો . બીજી તરફ પેલો વ્યક્તિ પોતાના ગામમાં પહોચે છે ત્યારે  એ પણ પોતાના પરિવારને કહે છે કે આજે મેં પરમાત્માને જોયા એ પણ બાળસ્વરૂપે . અને મારા માટે ભોજન પણ લઇ આવ્યા હતા . સવારથી લઇ બપોરનો સમય ભલે ઠીક ગયો હોય પણ બપોર પછીનો સમય ખુબ જ સારો ગયો . તમે સમજી શકો છો જ્યારે પરમાત્મા સાક્ષાત મળે ત્યારે વ્યક્તિના માનસ પર કેવી છબી ઉભી થાય . એક બસ લક્ષ્ય નક્કી હોવું જોઈએ.

 

વાર્તા ખુબ નાની છે પણ એક પરમાત્માને જોવા એવી નઝર પણ જોવે . સાદી અને સાફ નઝર . તો જ પરમાત્માના દર્શન થઇ શકે છે .

 

એટલે તો કહેવામાં આવ્યું છે વ્યક્તિ મુહુર્ત વગર દુનિયામાં આવ્યો છે અને એ જ કોઈ કામ કરવા માટે મુહુર્તની રાહ જોઈ બેઠો હોય છે .

 

અને બીજું ઘરે લક્ષ્મી પગલાં પાડવા આવે ત્યારે મો ધોવા ના જવાય .

સમજાય તેને વંદન .

અંતે એટલું જ કહેવા માગીશ જેવું વિચારશો એવું જોવા મળશે જેમ એક બાળકને પેલા વ્યક્તિમાં પરમાત્મા દેખાયા અને પેલા વ્યક્તિને એક નાના બાળકમાં પરમાત્મા દેખાયા .  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ