Fixed Menu (yes/no)

header ads

બીમારીને અને કમાઈને કોઈ લેવા દેવા ખરા ? Bimarine Ane Kamaine Koi Leva Deva Khara in Gujarati | Gujarati motivational story

બીમારીને અને કમાઈને કોઈ લેવા દેવા ખરા  ?   Bimarine Ane Kamaine Koi Leva Deva Khara in Gujarati 


Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf




 

જેટલું ભાગવું હોય એટલું ભાગી લે કર્મ તારો પીછો મૃત્યુ પામીશ ત્યાં સુધી કરશે .

 

એક મધ્યમવર્ગીય સુખી પરિવાર હતો. ઘરમાં માત્ર ત્રણ જ સભ્ય રહેતા હતા . માતા – પિતા અને પુત્ર . ત્રણે શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા . જે છોકરો હતો એ એલ એલ બી ( વકીલ ) નો અભ્યાસ કરી રહ્યો હતો . બે વર્ષ તો પુરા થઇ ગયા બસ ત્રીજું વર્ષ છેલ્લું વર્ષ બાકી રહ્યું હતું પૂરું કરવામાં . સમય જતા એ છેલ્લું વર્ષ પણ પૂરું થઇ ગયું . સારી એવી મહેનત કરી હતી એટલે સારા એવા માર્ક્સ પણ આવ્યા . હવે પિતાને ચિતા ઓછી થવા લાગી , મારો છોકરો હવે કમાવવા લાગશે મારે એટલો ભાર ઓછો ઘર ચલાવવાનો . વિચારું છું સમય જતા બધું એને સોપી દઉં અને હું રીલેક્સ થઇ જાઉં . પણ કહેવાય છે નશીબથી કોઈ ચડિયાતું નથી . એવું જરૂરી પણ નથી કે જીવનમાં જે ધારો એ બધું થઇ જ જાય . જો એવું થાતુ હોત તો જીવનમાં બધા લોકો સુખી ના હોત .

 

એ છોકરાઓ એના કોઈ ઉપરી અધિકારી સાથે કામ શીખવા લાગ્યો . કેવી રીતે કેસ લડી શકાય , એમાં આવતી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય વગેરે વગેરે વિવિધ પ્રકારના પ્રશ્નો વિષે જાણવા લાગ્યો . જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના વિષયમાં નિપુણ થતો ગયો . હવે વારો હતો પોતાની ખુરશી પર બેસવાનો એટલે કે પોતાનો જ વ્યવસાય શરુ કરવાનો .




 

કોઈ માણસ ક્યાંસુધી બીજાની નીચે કામ કરે , એક ના એક દિવસ તો એ પોતાનો અલગ વ્યવસાય કરવાનો જ . એટલે આ ભાઈએ પણ આવું જ કર્યું . એને આજીવન વકીલ તરીકેનું આઈ ડી કાર્ડ બની ગયું હતું . પોતાનો હોદો જ્યારે મળી જાય ત્યારે કોણ ના સંભાળે . એટલે આ પોતાની ખુરશી પર આખરે બેસી જ ગયો .

 

શરૂઆતમાં આ ભાઈએ કામ સારું એવું કર્યું પણ જેમ જેમ પૈસા આવતા ગયા તેમ તેમ આ ભાઈનું અહં વધતો ગયો . દિવસે ને દિવસે અહંકારના વશમાં થવા લાગ્યો . ઘમંડી એટલો તો થઇ ગયો હતો કે એ જે કરે એ બધું સાચું બીજા જે કરે એ બધુ ખોટું . એટલું જ નહિ એને જે વ્યક્તિ સાથે નીચે કામ કર્યું હતું એને પણ નીચો પાડી દીધો બધાની સામે . પણ કહેવાય છે મહેનતના પૈસા જ તકે બાકી બધા દવા દારૂમાં જ જાય , બસ અહી પણ એવું જ થાય છે .

 

આ ભાઈનું કામ જ એવું તો થઇ ગયું હતું કે બસ લોકને ખંખેરી લેવાના . કોણ ગરીબ , કોણ મધ્યમવર્ગી કે કોણ પૈસાદાર એ નહિ જોવાનું પૈસા ક્યા વધારે મળે ત્યાં ધંધો કરવાનો . ન્યાયની દેવી પણ વિચારતી હશે મારા દરબારમાં આવા કેટલા લોકોનો કાફલો છે .

 

હવે થયું એવું કે શરુ શરુ માં તો પૈસાનો ઢગલો થઇ ગયો પણ પછી એમના પરિવારમાં એને એવી તો બીમારીઓએ જકડી લીધો કે મહિનાઓ સુધી બહાર જ ના આવી શક્યો . અને દવાઓમાં એવો તો જકડાઈ ગયો કે જમવાનું પણ ઝેર લાગવા લાગ્યું . દવાઓ તો ઝેર જેવી કડવી હોય પણ જ્યારે જમવાનું પણકડવું લાગવા માંડે ત્યારે માણસ જીવે કેવી રીતે .

 

કહેવાય છે ને લોકોની બદ્દુઆ લાગે ત્યારે માણસ ના તો મરી શકે ના તો સરખું જીવી શકે . પારકું ધન હંમેશા પચવામાં નડતરરૂપ સાબિત થતું હોય છે . માટે અહી કહેવાય છે કે ભલે મહેનતનો પૈસો ઓછો હોય પચે છે સારો . એટલે કે માણસ ભલે ભોગવિલાસના સાધનથી દુર હોય પણ શારીરિક રીતે કોઈ તકલીફ હોતી નથી . ટૂંકમાં કહીએ તો એ પીડાતો નથી .




એ ભાઈએ તો કેટલાય ડોકટરો પણ બદલ્યા પોતાની બીમારી માટે તો પણ ડોકટર પણ શું કરે એક બીમારી હજુ તો પતિ જ હોય ત્યાં બીજી બીમારીએ ઘર કરી લીધું હોય . શું કરે એ ભાઈ જીવનમાં આ બીમારીના કારને એટલો બધો તો કંટાળી ગયો હતો કે મારવાના વિચાર સુધી આવી ગયા હતા . પછી પાડોશમાંરહેતા એક બેનને એમના પર દયા આવી તો કોઈ જાણીતા મહારાજનો સંપર્ક કરાવ્યો . અને કીધું ભાઈ તમે થોડા દિવસ અ મહારાજના પ્રવચન સાંભળો જો યોગ્ય લાગે તો એમને માળો અને તમારી બીમારી વિષે જણાવો .

 

જેમ કીધું એમ આ ભાઈએ બધું કર્યું . પહેલા એમના પ્રવચન સાંભળ્યા પછી થયું કે લાવ આ મહારાજને મારી બીમારી વિષે કહું જાણું કે શું કહે છે એ મહારાજ .

 

પછી એ ભાઈ મહારાજ પાસે પોતાની વાત લઈને જાય છે અને કહે છે મહારાજ મારે આ રીતની તકલીફ છે મેં ઘણાખરા ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર લાગતો નથી તમારી આશે આશા લઈને આવ્યો છું નિરાશ ના કરતા .

 

પછી મહારાજે એમની બધી વાત જાની અને કહ્યું

દીકરા સાંભળ તારો જે વ્યવસાય છે એ કાળા કપડાનો છે . માટે તું જે કેસ હાથમાં લે અને જેટલા પૈસા મળેએમાં ખુશ રહે વધારે લોભ રાખીશ નહિ . બસ આજથી એટલી વાત મન પછી તારી બીમારી તને કોઈ દિવસ પીછો નહિ કરે .

 

પછી શું થોડા દિવસ પછી એ ભાઈને સારું થવા લાગ્યું . જે વ્યવસાય હતો એમાં પણ લોકોની મદદ સાથે કોઈ પણ વધારાના પૈસાને હાથ પણ નતા અડાડતો . ફરી પાછી ગાડી પાટા પર આવવા લાગી . ત્યારે તેને સમજાયું કોઈ દિવસ જીવનમાં એટલા લોભી પણ ન બનવું જેના લીધે લોકો તેને બદુઆ આપે .

 




બોધ : આ વાર્તાના આધારે એ સીખવા મળે છે કે લોકોની કોઈ દિવસ બદુઆ ના લેવી કેમ કે દુઆની અસર જેટલી થાય એના ડબલ તો બદુઆની અસર વહેલા થાય છે . જીવનમાં વધારાની આવક કોઈ દિવસ નથી પચતી .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ