મૃત્યમ | ❤️ નો અવાજ
મધર ડે સ્પેશીયલ | મધર ડે પ્રેરણાદાયક વાર્તા | મધર ડે નો ઈતિહાસ | મધર ડે નું મહત્વ | Happy Mothers Day | Happy Mothers Day | Short Motivational Stories | Mother's day When Mothers Day is Celebrated
Beautiful words for Mother | Mom quotes | Happy Mothers Day | Happy mothers Day quotes | Happy Mother's Day wishes | Amazing mother quotes | Touching message for mothers Day | Mother quotes from son | short motivational stories | mother's day when mothers day is celebrated
The Best Poem for Mother in Gujarati | Poems on Gujarat in Gujarati | Poem on Mother in English | Mothers day Poem in Gujarati | Gujarati poem on Nature
મધર ડે નો ઈતિહાસ :
મધર ડે ક્યારે ઉજવવમાં આવે છે :
મધર ડે નું મહત્વ :
કેવું લાગે જો આપણી માં નું પણ સપનું પૂરું થાય ?
કેવું લાગે જે માં એ લગ્ન પહેલા જે સપના સીંચ્યા હતા એનું વાવેતર પૂરું ના થયું હોય ?
આ વાર્તા પણ કંઇક આવી જ છે જો એકવાર વાંચશો તો
સમજાશે કે સપના એટલે શું ? સપના કોઈના પુરા થાય છે તો કોઈના અધૂરા રહી જાય છે .
જેના સપના પુરા થયા એની પાછળ કોઈના કોઈ વ્યક્તિનો સપોર્ટ તો હોય જ છે પછી એના
રૂપમાં માં હોય , પત્ની હોય , છોકરી હોય , છોકરો હોય કે પછી વડ સમો છાંયો દેનારો
બાપ જ કેમ ના હોય . કોઈના કોઈ રીતે મદદરૂપ તો થતા હોય છે .
વાર્તા અહી એક વિધવા માં અને કિશોરવયની છોકરીની હોય
છે . જે પોતાના જીવનમાં ઘણું બધું વેઠતા હોય છે , આજકાલ કોણ સહન નથી કરતુ ! મજબૂરી
વ્યક્તિને એવી તો કમજોર બનાવી દે છે કે વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સામે આંખમાં આંખ મીલાવીને
વાત નથી કરી શકતી . પણ કહેવાય છે ને કમજોર સમય હોય છે વ્યક્તિ નહિ . એક માં ધારે
તો શું ના કરી શકે! જેમાંથી નવા જીવની ઉત્પતિ થતી હોય એ શું ના કરી શકે ? બસ પોતાના
અંદર વિશ્વાસ ના ખુટવો જોઈએ .
રીના જયારે પંદર વર્ષની હતી ત્યારે જ એના પિતાની
મૃત્યુ થઇ ગઈ . કારણ એવું હતું કે એના પિતા શેર બજારમાં આજ કાલ વધારે રૂચી દાખવતા
હતા . ઘણું સમજાવ્યા બાદ પણ એ સમજવા માંગતા જ નહતા . જો કે એમનો વિચાર સારો હતો કે
હું મારા પરિવારને એ બધું આપી શકું જે હું પામી ના શક્યો . પણ કહેવાય છે કે
જીવનમાં શોર્ટ કટ રસ્તો હંમેશા મુશ્કેલીમાં મૂકી શકે છે . થયું એવું કે પહેલા તો
પૈસા આવતા ગયા જ્યારે એક મોટો ફટકો વાગ્યો ત્યારે બધું ગુમાવવાનો વારો આવ્યો , અ
આધાત સહન ના કરી ના શક્યા અને મધ્યરાત્રીએ હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા .
હવે શું ?
એક મધ્યમવર્ગીય પરિવાર આખરે શું કરી શકે . કામ પણ
શું કરે ? કરે તો આટલા ઓછા પગારમાં ઘર ખર્ચ કેમ પૂરો કરી શકે . થોડા દિવસ તો કશું
સુજે નહિ . શું કરવું , શું કરીએ તો ધારે પૈસા આવે અને ઘર ચાલે . પણ કહેવાય છે ને
જ્યારે બધા રસ્તા બંધ થાય ત્યારે ભગવાન તમારી માટે એક એવો રસ્તો ખોલી દે છે ત્યાં
સફળતાની સીડી જ જોવા મળે છે .
જ્યારે રીના અને તેની માતા બેઠા હતા ત્યારે રીનાએ એક
સવાલ પૂછ્યો , હે મમ્મી તને સિલાઈ મશીન આવડે છે તો ઉપર માળીયા પર કેમ મુક્યું છે ,
તું એને બહાર કાઢ , પપ્પા નથી રહ્યા તો શું થઇ ગયું હું તો છું ને તારી સાથે .
આપણે પોતાનો બિજનેસ ખોલીશું , આ ઉપરાંત બીજા જે આપણા જેવા છે એમનો સંપર્ક કરીને
એમને પણ રોજગારી આપીશું . બસ તું તારું સપનું પૂરું કર . મને ખબર છે તું સિલાઈ
મશીનમાં માહિર છે પણ પપ્પાએ જ તને ના પડી હતી . આજે તું તારું સપનું પૂરું કર હું
તને પૂરી રીતે મદદ કરીશ . બધી જગ્યાએ જાહેરાતો હું કરીશ . પણ એની માં એ પણ સવાલ
કર્યો , રીના તું જાહેરાતો કેમ કરીશ , તું ક્યા ક્યા બહાર કહેવા જઈશ ! ત્યારે
રીનાએ પણ કીધું મમ્મી હવે બધું ઓનલાઈન થઇ ગયું છે પહેલા જેવું નથી રહ્યું . તું
ચિતા ના કરીશ તું તારે તારું મશીન સંભાળ પૈસા આવશે બીજા એટલે હું પણ સિલાઈ મશીન
લાવીને તારી મદદ કરાવીશ .
વિકટ પરિસ્થિતિમાં ધંધો શરુ કરવા માટે મુહુર્ત શું જોવાનું હોય , બસ એ જ સમયે રીનાની મમ્મીએ પોતાનું માળીયામાં પડેલું સિલાઈ મશીન
બહાર કાઢ્યું , સાફ સુફી કરી અને વ્યવસ્થિત કર્યું જેથી કામના સમયે કોઈ જાતની
રુકાવટ ના આવે . પહેલા તો આડોસ પાડોસવાળા લોકો કામ અર્થે આવવા લાગ્યા . રીનાએ પણ
પોતાના ફોનનો કમાલ દેખાડ્યો . એને પણ ઓનલાઈન જાહેરાતો કરવાનું શરુ કરી દીધું . એવી
કોઈ એપ કે વેબસાઈટ નહિ હોય કે રીનાએ જાહેરાત કરવામાં કસર છોડી હોય .
યુટ્યુબથી માડી એફ બી સુધી અને વોટસપથી માંડી ઈન્સ્ટાગ્રામ
સુધી બધે જાહેરાતો કરી દીધી . આજકાલ સોસીયલ મીડિયાનો જમાનો છે એટલે રીનાએ પોતાની
બુદ્ધિ દોડાવી . એટલું જ નહિ એની મમ્મી જે કામ કરતી હતી એનો વીડિઓ પણ યુટ્યુબમાં અપલોડ
કરતી રહેતી . એટલે એમાંથી પણ કમાણી થતી રહે .
સમય જતા બીજી ઘણી મહિલા આ સિલાઈ કામના વ્યવસાયમાં
જોડાઈ . ધીમે ધીમે ગૃહઉધોગ બન્યો . આવા લોકોને કામ મળ્યું . જે પ્રમાણેની વેતન
મળવું જોઈતું હતું એ પ્રમાણે વેતન મળતું રહ્યું . કોઈ પણ કામ વ્યક્તિના મન સાથે
મળીને થાય એ કામ આગળ જતા ઘણો યશ આપાવે છે .
હાલ રીના ઓનલાઈન વ્યવસાય કરે છે આ સિલાઈ કામનો
જ્યારે એની માં એના જેવી વિધવા મહિલાઓને રોજગાર આપી એમની મદદ કરે છે .
એટલે તો કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ અપાર શક્તિ
ધારાવતી વ્યક્તિ હોય તો તે “ માં ” છે .
સહનશક્તિ ભરપુર છે એટલે
એને બીજા રૂપમાં દુર્ગા અને કાળીનું નામ પણ આપવામાં આવ્યું છે .
જો તમને મારી પ્રેરણાદાયક વાર્તા ગમતી હોય તો લોકોને શેર
જરૂરથી કરજો .
આભાર
“ મૃત્યમ ”
Happy Mothers Day Quotes, Touching message for mothers Day, Happy Mother's Day Wishes
મેં ભગવાન તો નથી જોયા પણ મેં તને જોઈ છે એના રૂપમાંHappy Mothers Day
મેં બધા જ સબંધમાં મિલાવટ જોઈ છે એક તારામાં જ સજાવટ જોઈ છે
Happy Mothers Day
મેં જે સહ્યું છે એ જ જણાવું છું જેટલો ઘોઘટ બહારની દુનિયામાં છે એટલી શાંતિ તારા ખોળામાં જોવા મળે છે .
Happy Mothers Day
સફળતા સુવિચાર
બીજાના પ્રેમની ઊંડાઈ માપી શકાય છે " માં ' ના પ્રેમની નહિ!!
Happy Mothers Day
ચિંતા પણ કરે છે દુઆઓનો વરસાદ પણ કરે છે એક " માં " જ છે જે હળ પળે સફળ થવાની પ્રાર્થના કરે છે !!
Happy Mothers Day
બીજાનો પ્રેમ ભલે ઓછો થતો જાય એક બસ " માં ' નો પ્રેમ ઓછો નહિ થાય !!
Happy Mothers Day
જીવનમાં ઘણી રુકાવટ જોઈ પણ કોઈ દિ " માં " ના પ્રેમમાં મિલાવટ નથી જોઈ !!
Happy Mothers Day
The Best Poem for Mother in Gujarati
મારી બા
તને બા કહેવુંમને વધું ગમેઆ 'મમ્મી' શબ્દમાંએટલી મીઠાસકદી લાગી જ નથી મનેતો.ને તનેય હુંમમ્મી કહેતતો અજુગતું જ લાગતને ?આમતો બાતું કશુંય ભણેલ નઈપણ તોયઘરખર્ચનો બધો જ હિસાબ તને મોઢે જ હોય.ને દીવાલ ઘડિયાળમાંસમય જોતાં તું કેવી રીતે શીખેલી ?અને બા આ તારા હાથનીલાપસી, લાડું ને સુખડીની સામેબત્રીસ પકવાન પણ મને તો ફિક્કા લાગે !બા ! કેટકેટલા ગાણા તને આજેય યાદ છે !ને કહેવતોનો પણ તું ભંડાર છે.ને બા મોહનથાળ બનાવવાયઆડોશીપાડોશી તને જ બોલાવેને કે ' બોન ! તારા જેવો કોઈને મોહનથાળ ન ફાવે હોં !'બા, તું માત્ર મારી બા જ નથીમારી હરતીફરતી યુનિવર્સિટી છે.
આજે 8 May...
Mothers day.
આજે બઘા પોત-પોતાની.
"માઁ" ને ગીફ્ટ આપશે....
ખુશ કરવાં ફરવા લય જશે..
'માઁ" સાથે selfy લય...
Status રાખશે....
આ બઘું નહીં કરતાં...
તમારી માઁ....ને તમારો પ્રેમ
રોજ આપજો...
એ ને રોજ પ્રણામ કરજો...માઁ ના પગમાં
સ્વગઁ હોય છે. અને અના આશીર્વાદ
બઘી તકલીફો દુર કરે છે..
ઇશ્વર પહેલાં આવે તો એ માઁ છે..
એક દિવસ મહત્વ દય...
પાછુ બોલાવવા નું બંધ નહીં કરતાં.
સૂપ્રભાત
આપનો દિવસ મંગલમય રહે
✍યાદો ની સવાર.
આભાર
“ મૃત્યમ ”
0 ટિપ્પણીઓ