Fixed Menu (yes/no)

header ads

જે પોતાના માટે જીવે એનું મરણ અને બીજા માટે જીવે એનું સ્મરણ થાય છે | ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story

જે પોતાના માટે જીવે એનું મરણ અને બીજા માટે જીવે એનું સ્મરણ થાય છે | ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf


 જે પોતાના માટે જીવે એનું મરણ અને બીજા માટે જીવે એનું સ્મરણ થાય છે .

પગ ખેચીને નીચે પાડવા કરતા હાથ પકડીને ઉપર લાવવાવાળો વ્યક્તિ મહાન હોય છે . વાર્તા બસ આવી જ છે . જો કોઈને મોટીવેઇટ કરો અને મદદ કરો તો એ વ્યક્તિ તમને ક્યારેય પણ નહિ ભૂલી શકે .

એક સામાન્ય ઘરની છોકરી હોય છે એનું નામ ભવ્યા હોય છે એના પિતા સામાન્ય રીક્ષા ચાલક હોય છે . રોજ જે આવક થાય એ બધો ઘર ખર્ચમાં જ જતો રહે . બીજી કોઈ વસ્તુ લાવવી તો કેવી રીતે લાવવી . ખુબ જ કફોડી પરિસ્થિતિ હતી . પણ થાય શું જીવન છે આવું બધું તો ચાલ્યા કરે . એના પિતા તો એમ જ માનતા હતા કે ગરીબીમાં જન્મ લીધો છે અને ગરીબીમાં જ મરવાનું લખ્યું છે . પણ ભવ્યાના આવા વિચારો કદાપી નહતા . એણા તો ખુબ જ સારા અને ઊંચા વિચારો હતા . એ ગરીબીમાં મરવા નહતી માંગતી .

 

ભવ્યા બારમાં ધોરણમાં ભણતી હતી . સારા એવા માર્ક્સ લાવીને ડોક્ટરની લાઈન લેવા માંગતી હતી પણ એ આગળનું જરાય નહતી વિચારતી , એ તો બસ વર્તમાનમાં જીવવા માંગતી હતી . એને એવું હતું કે જો ભવિષ્યની ચિંતા કરીશ તો વર્તમાનમાં હું નહિ જીવી શકું તો શા માટે ભવિષ્યની ચિંતા કરીને હું મારો કિમતી સમય બરબાદ કરું . હું એટલી મહેનત ભણવામાં આપું તો હું સારા નંબરે પાસ થઈશ પછી આગળ જે થવાનું હશે સારું જ થશે .

 

સમય વીતતો ગયો , બારમાં ધોરણની પરીક્ષા નજીક આવતી ગઈ . જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઈ તેમ તેમ ભાવ્યાની મહેનત પણ વધતી ગઈ . એને તો એક જ ધ્યેય હતું કે સારા એવા માર્ક્સ . રાજ્ય લેવલે તો પોતાનું નામ બનાવવું છે . પછી ગમે તે પરિસ્થિતિ સામનો કેમ ના કરવો પડે . આખરે જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી જ ગયો . બારમાં ધોરણની પરીક્ષા પૂરી થઇ , પરિણામનો દિવસ હતો . દશમાં દશ વાગ્યા ત્યારે પરિણામ જાહેર થયું . જ્યારે જાણ થઇ કે ભવ્યા રાજ્ય લેવલે પહેલો નંબર લાવી છે ત્યારે એના પિતાના આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને વચન પ્રમાણે એ દિવસે ફાઈસ્ટાર હોટલમાં જમવા લઇ ગયા . અમ તો ઘરના બધા લોકો જાય પણ એટલા પૈસા નહતા . ભવ્યાના પિતાએ ભાવ્યાને સરપ્રાઈઝ આપ્યું . સીધા ફાઈસ્ટાર હોટલમાં પહોચ્યા . ખાવાનો ઓડર પણ કર્યો .

આખી ફાઈસ્ટાર હોટલમાં એક ભવ્યા અને એના પિતા જ સાદા કપડે હતા બાકી બધા અમીર લોકો હતા . હોટલનો મેનેજર આ બધું જોઈ રહ્યો હતો એને લાગ્યું કે નક્કી આજે કોઈ ખાસ દિવસ છે એટલે અ લોકો અહી આ હોટલમાં આવ્યા લાગે છે .

 

જમવાનું મંગાવ્યું અને ખવાઈ પણ ગયું પણ જ્યારે બીલ આવ્યું ત્યારે એમને તો ચક્કર આવી ગયા . પહેલીવાર આવી હોટલમાં આવ્યા હતા એટલે કેટલું બીલ આવશે એનો કોઈ અંદાજો હતો નહિ . હવે શું કરે . પણ કહેવાય છે ને ભગવાન કોઈના કોઈ રૂપે મદદ તો કરે જ છે . વેઈટર પૈસા લેવા ગયો ત્યારે એવામાં મેનેજર પણ ત્યાં આવી ગયો અને કીધુ આજે કોઈ ખાસ દિવસ લાગે છે કેમ કાકા . તો ભવ્યાના પિતા બોલ્યા હા આજે મારી દિકરી ભવ્યા રાજ્ય લેવલે પહેલા નંબરે પાસ થઇ છે બારમાં ધોરણમાં . તો પેલો મેનેજર કહે આ તો ખુબ જ સારા સમાચાર છે . આપણા ગામની દિકરી પહેલો નંબર લાવી છે તો આજે તમારું બીલ નહિ લેવામાં આવે . આજનું ખાવાનું મારી તરફથી હતું એવું સમજી લેજો કાકા . અને હા આ દિકરી મારી પણ છે એટલે એને જે આગળ કરવું હોય કરવા દેજો . જે પણ વિષયમાં એડમીશન લેવું હોય મને કહેજો આજથી આનો તમામ ખર્ચો હું પૂરો કરીશ ભણવા માટેનો . ત્યારે બીજીવાર એમના આંખમાંથી આંસુ સારી પડ્યા . કાકા કહે તમારો ખુબ ખુબ અભાર .



 

વર્ષો વીતી ગયા એ જ હોટલ એ જ મેનેજર અને એક દિવસે ભવ્યા આવી અને એના પિતા સહીત પરિવારના બાકી સભ્યોને પણ લાવી . અને સીધી પેલા મેનેજર સામે ગઈ અને બોલી ઓળખો છો મને હા પણ થોડું આછું આછું યાદ આવે છે . ત્યારે ભાવ્યાએ કીધું હું એ છોકરી છું જેમને તમે એ દિવસે પોતાના તરફથી જમવાનું આંખ્યું હતું . હા હવે પૂરે પૂરી ઓળખાણ થઇ . હું તમારા આશીર્વાદથી ડોક્ટર બની ગઈ છું . આવો આજે અમારી પાસે બેશો જમાવાનું મારી તરફથી આજે .

બોધ : અ વાર્તા પરથી એ શીખવા મળે છે કોઈનો પગ નહિ પણ હાથ પકડજો . લોકો પગ ખેચનારને યાદ રાખી બદલો લે છે જયારે મુસીબતના સમયે હાથ પકડ્નારનું હંમેશા સ્મરણ થાય છે .  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ